અપૂરતો સ્ટાફ અને સરકારી વાહનના અભાવે ગુજરાતમાં ૩,૫૦૦ થી વધારે ફરિયાદો દલિતોના આયોગમાં વર્ષોથી પડતર

કિરીટ રાઠોડ

રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગની રચના ભારતીય બંધારણના આર્ટીકલ – ૩૩૮ હેઠળ થયેલ છે. સમગ્ર ભારતમાં આયોગ દ્વારા દલિતોના બંધારણીય અધિકારોના ભંગના બનાવમાં ન્યાય આપવવાની કામગીરી કરવાની હોઈ છે. તેમજ દલિતોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે તેવા પગલા ભરવા વખતો વખત ભારત સરકાર અને રાજ્ય સરકારોને ભલામણો કરવાનું કામ પણ આયોગ કરે છે.

રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગની મુખ્ય કચેરી ન્યુ દિલ્હી ખાતે આવેલી છે. તેમજ જુદા જુદા રાજ્યોમાં પણ આયોગની કચેરીઓ આવેલી છે.

ગુજરાત રાજ્યમાં આયોગની પેટા કચેરીની સ્થાપના માલવંકર હવેલી, વસંત ચોક, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૦૧-૦૧-૧૯૯૦ થી આ પેટા કચેરીની સ્થાપના કરવામાં આવી છે. આયોગની આ કચેરીમાં ગુજરાત, રાજસ્થાન, દીવ, દમણ, અને દાદરા નગર હવેલીના દલિતોના બંધારણીય અધિકારોની જાળવણી અને રક્ષણ કરવાની કામગીરી કરે છે. Continue reading